મુંબઈ-અમદાવાદ હાઈવે પર વિરાર નજીક જૈન મુનિઓ ગંભીર રીતે ઘાયલ
મુંબઈ-અમદાવાદ હાઈવે પર વિરાર નજીક જૈન મુનિઓ ગંભીર રીતે ઘાયલ
Published on: 08th June, 2026

મુંબઈ-અમદાવાદ હાઈવે પર વિરાર નજીક નેમીસુરી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય સિંહસેન સુરીશ્વરજી (82) મ.સા. અને સુર્વત સેન (55) મહારાજ સાહેબ સહિત ચાર સેવક એક અજાણ્યા ટ્રકની અડફેટે આવતાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શનિવારે સવારે 5:30 કલાકે પતરાપુલ પાસે બની હતી. ટ્રક ડ્રાઈવર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. 108 એમ્બ્યુલન્સનો સંપર્ક ન થતાં પોલીસને જાણ કરવામાં આવી, જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. શ્રી વિજય સિંહસેન સુરીશ્વરજીને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની તબિયત સ્થિર છે.