મધ્યપ્રદેશ સરકારનો મોટો નિર્ણય: સરકારી નોકરીઓમાં બે બાળકોની મર્યાદા ખતમ.
મધ્યપ્રદેશ સરકારનો મોટો નિર્ણય: સરકારી નોકરીઓમાં બે બાળકોની મર્યાદા ખતમ.
Published on: 10th June, 2026

મધ્ય પ્રદેશના સરકારી કર્મચારીઓ અને નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. હવે તેમને સરકારી નોકરી મેળવવા માટે બે બાળકોના નિયમનું પાલન કરવું પડશે નહીં. મુખ્યમંત્રી મોહન યાદવે આ નવા પ્રસ્તાવને પાછો ખેંચવાનો અને જૂના નિયમોને ખતમ કરવાનો આદેશ આપ્યો છે. સૂચિત સિવિલ સર્વિસીસ રૂલ્સના ડ્રાફ્ટમાંથી આ જોગવાઈ હટાવવામાં આવશે. આ નિયમ 2001થી અમલમાં હતો, જે મુજબ બે કરતાં વધુ બાળકો ધરાવતા ઉમેદવારો અયોગ્ય ગણાતા હતા.