રામ મંદિર દાન ચોરી બાદ બદ્રીનાથ મંદિરમાં મોટી કાર્યવાહી
રામ મંદિર દાન ચોરી બાદ બદ્રીનાથ મંદિરમાં મોટી કાર્યવાહી
Published on: 07th July, 2026

અયોધ્યા રામ મંદિરના દાન વિવાદ વચ્ચે હવે બદ્રીનાથ ધામમાં પણ ચઢાવાની ગણતરીમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા છે. CCTV ફૂટેજના આધારે બદ્રી-કેદારનાથ મંદિર સમિતિએ અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી પ્રમોદ નૌટીયાલને સસ્પેન્ડ કરી 48 કલાકમાં જવાબ માંગ્યો છે. સમગ્ર મામલે 4 સભ્યોની તપાસ સમિતિ રચાઈ છે, જે 7 દિવસમાં અહેવાલ આપશે. ગેરરીતિ સાબિત થશે તો કડક કાર્યવાહી થશે. આ મુદ્દે ઉત્તરાખંડમાં રાજકીય વિવાદ પણ ગરમાયો છે.