ટાપુ બન્યું મુંબઈ, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું
ટાપુ બન્યું મુંબઈ, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું
Published on: 07th July, 2026

છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે અને શહેર ટાપુમાં ફેરવાઈ ગયું છે. અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રેલવે ટ્રેકને નુકસાન થયું છે, જેના કારણે હજારો મુસાફરો ફસાયેલા છે. IMD એ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે અને શાળાઓ-કોલેજોમાં રજા છે. નાસિકમાં પણ હાઈ એલર્ટ છે અને મંદિરો બંધ કરાયા છે. કાશ્મીરમાં ડોડા જિલ્લામાં વાદળ ફાટવાથી વાહનો અને મકાનોને નુકસાન થયું છે. ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી છે.