મહારાષ્ટ્રમાં બાઈક-ટેક્સી નહીં ચલાવી શકે બહારના લોકો!
મહારાષ્ટ્રમાં બાઈક-ટેક્સી નહીં ચલાવી શકે બહારના લોકો!
Published on: 07th July, 2026

મહારાષ્ટ્ર સરકારે Ola, Uber અને Rapido જેવી બાઇક-ટેક્સી સેવાઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે હેઠળ ચાલકો માટે સ્થાનિક નિવાસી પ્રમાણપત્ર (ડોમિસાઇલ) અને મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત રહેશે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે વિધાનસભામાં જણાવ્યું કે, આગામી ૧ ઓગસ્ટથી આ સેવાઓ માટે નવી પરમિટ જારી કરાશે. બાઇક-ટેક્સી ઓપરેટર્સે સરકારને દરરોજ ₹૫ ફી ચૂકવવી પડશે, જેમાંથી ૨% રકમ વેલફેર ફંડમાં જશે. આ નિર્ણય ગેરકાયદેસર ઓપરેટર્સને નિયંત્રિત કરવા અને ઓટો-ટેક્સી ચાલકોના હિતોના રક્ષણ માટે લેવામાં આવ્યો છે.