વિઠલાપુર: UGVCLની બેદરકારી, વરસાદી પાણીમાં ખુલ્લા વીજવાયરથી અકસ્માતનો ભય.
વિઠલાપુર: UGVCLની બેદરકારી, વરસાદી પાણીમાં ખુલ્લા વીજવાયરથી અકસ્માતનો ભય.
Published on: 14th July, 2026

માંડલ તાલુકાના વિઠલાપુર ગામમાં UGVCLની ઘોર બેદરકારીને કારણે મુસાફરો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. વરસાદી પાણી ભરાયેલા રસ્તા પર ખુલ્લા વીજવાયર અને નમેલા વીજપોલ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. પીકઅપ સ્ટેન્ડ પાસે આ જોખમી સ્થિતિને કારણે સ્થાનિકોમાં ભય અને રોષ છે. અનેક રજૂઆતો છતાં વીજ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. તાત્કાલિક વીજપોલ બદલવા અને ખુલ્લા વાયર દૂર કરવાની માંગણી છે.