મુંબઈ-પુણે બંને હાઈવે બંધ, પ્રવાસીઓને ભારે હાલાકી
મુંબઈ-પુણે બંને હાઈવે બંધ, પ્રવાસીઓને ભારે હાલાકી
Published on: 07th July, 2026

મુંબઈ અને પુણે વચ્ચે મુસાફરી કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. સલામતીના કારણોસર મુંબઈ-પુણે જૂના હાઈવે પર પણ ટ્રાફિક અટકાવવામાં આવ્યો છે. માવળ અને તામ્હિણી ઘાટમાં પૂર જેવી સ્થિતિ છે અને રસ્તા પાણીમાં ડૂબી ગયા છે. એક્સપ્રેસ વે પર પીલર તૂટી પડવાથી પણ ટ્રાફિક રોકવામાં આવ્યો છે. આગામી સૂચના સુધી આ માર્ગ પર મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.