નવસારી રેલવે સ્ટેશન પાસે રૂ.1.83 કરોડના ખર્ચે આધુનિક સિટી બસ પોર્ટનું લોકાર્પણ
નવસારી રેલવે સ્ટેશન પાસે રૂ.1.83 કરોડના ખર્ચે આધુનિક સિટી બસ પોર્ટનું લોકાર્પણ
Published on: 03rd October, 2026

નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં 1.83 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક 'સિટી બસ પોર્ટ'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે દૈનિક હજારો મુસાફરો અને નોકરીયાતો માટે મોટી રાહતરૂપ બનશે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલે તેનું ઉદ્ઘાટન કર્યું. આ નવા બસ પોર્ટથી જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ) ક્ષેત્રે નોંધપાત્ર સુધારો થશે અને અસ્તવ્યસ્ત ટ્રાફિકને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે. નિર્માણ દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા અને વૃક્ષોનું જતન કરીને પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.