દાંડીના દરિયા કિનારે જિંગા પકડવા લોકોની પડાપડી
દાંડીના દરિયા કિનારે જિંગા પકડવા લોકોની પડાપડી
Published on: 03rd August, 2026

નવસારી જિલ્લામાં સતત વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપૂર તેમજ દરિયાની મોટી ભરતીના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું. ખાસ કરીને દાંડી દરિયા કિનારાની આસપાસ આવેલા જિંગા તળાવો ફૂટી જતાં તેમાં ઉછેરવામાં આવેલા કિમતી જિંગા પાણીમાં વહી ગયા. આ કારણે જિંગા તળાવના માલિકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું. ફૂટી ગયેલા તળાવોમાંથી હજારોની સંખ્યામાં જિંગા દરિયા કિનારે તણાઈ આવતાં, સ્થાનિક લોકો જાળ લઈને તેમને પકડવા ઉમટી પડ્યા હતા.