પહેલગામ હુમલાનું કાવતરું: ટ્રેકિંગ એપ અને ડ્રોન દ્વારા હથિયારોની સપ્લાય ખુલ્લી પડી
પહેલગામ હુમલાનું કાવતરું: ટ્રેકિંગ એપ અને ડ્રોન દ્વારા હથિયારોની સપ્લાય ખુલ્લી પડી
Published on: 25th June, 2026

જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા અંગે NIAની ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે હુમલાનું કાવતરું એક અઠવાડિયા અગાઉ રચાયું હતું. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે ટ્રેકિંગ એપ મારફતે સંપર્કમાં હતા. તેમના મોબાઈલમાંથી ચેટ અને નેવિગેશન ડેટા મળી આવ્યા છે. સમગ્ર ઓપરેશનનું સંચાલન પાકિસ્તાનમાં બેઠેલા LeT અને TRFના કમાન્ડર અલી સાજિદ દ્વારા કરવામાં આવતું હતું, જ્યારે ડ્રોન મારફતે હથિયારો અને રોકડ પહોંચાડવામાં આવ્યા હતા.