ઓમાનના કો-પાયલોટ સોશિયલ મીડિયા પર યહૂદીઓને મારવાની વાતો કરતો હતો
ઓમાનના કો-પાયલોટ સોશિયલ મીડિયા પર યહૂદીઓને મારવાની વાતો કરતો હતો
Published on: 03rd October, 2026

ફ્લાયદુબઈ વિમાન પર યહૂદીઓને મારવાની વાતો કરતો ઓમાનનો કો-પાયલટ આતંકી કૃત્યના ઈરાદે આવ્યો હતો. ઈઝરાયેલના અખબાર ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું કે આ કો-પાયલટ જેહાદી વિચારસરણીથી પ્રભાવિત હતો. UAEએ આ ઘટનાને આતંકી કૃત્ય ગણાવી ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી. ભારતમાં ઈઝરાયેલના રાજદૂતે કેપ્ટન સ્મિત મચ્છરને "સાચા હીરો" ગણાવી તેમના બહાદુરીભર્યા કાર્ય બદલ ઈઝરાયેલમાં સન્માનની જાહેરાત કરી.