તરસાલી-બરોડા ડેરી રોડ પર અકસ્માત
તરસાલી-બરોડા ડેરી રોડ પર અકસ્માત
Published on: 03rd October, 2026

તરસાલી-બરોડા ડેરી રોડ પર વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મોહનચન્દ્ર ત્રિલોચન રથ (ઉ.વ.૩૨) નામના બાઇકચાલકનું કરૃણ મોત નિપજ્યું. આ ઘટનામાં અજાણ્યા વાહનની ટક્કર વાગતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. મૃતકના પિતાએ મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના તરસાલી શાક માર્કેટ નજીક બની હતી.