જામ ખંભાળિયાના કલ્યાણપુરના મહાદેવિયા ગામે કૌટુંબિક ભત્રીજાએ બે ભાઇઓ પર ફાયરિંગ કર્યું
જામ ખંભાળિયાના કલ્યાણપુરના મહાદેવિયા ગામે કૌટુંબિક ભત્રીજાએ બે ભાઇઓ પર ફાયરિંગ કર્યું
Published on: 03rd October, 2026

કલ્યાણપુરના મહાદેવીયા ગામે ઊર્જા કંપનીના થાંભલા નાખવાના કામ દરમિયાન આર્થિક ફાયદા માટે કૌટુંબિક ભત્રીજાઓ દ્વારા કામ બંધ કરાવવાનો પ્રયાસ કરાયો. જ્યારે ખેડૂત અને તેમના ભાઈઓ સમજાવટ કરવા ગયા, ત્યારે કાર લઈને આવેલા કૌટુંબિક ભત્રીજાએ રિવોલ્વરમાંથી ગોળીબાર કર્યો. ગોળીઓ લાગતા બંને ભાઈઓને ગંભીર ઈજાઓ થતાં રાજકોટ ખસેડાયા છે. આ મામલે ત્રણ કૌટુંબિક શખ્સો સામે ગુનો નોંધાયો છે અને પોલીસ તપાસ ચાલી રહી છે.