ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા.
ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા.
Published on: 05th May, 2026

ધિરાણ વૃદ્ધિ માટે મોટેભાગે કોર્પોરેટ તથા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર નિર્ભર રહેતી મોટી ખાનગી ક્ષેત્રની બેન્કો વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણ ઉપાડમાં વધારો થવાની અપેક્ષા રાખી રહી છે. ગયા નાણાં વર્ષના ચોથા ત્રિમાસિકમાં રિટેલ ધિરાણ વૃદ્ધિ એક અંકમાં રહી હતી. જો કે રિટેલ ધિરાણ છૂટુ કરવામાં ભારે ઝડપ ધિરાણ ચોપડા પર અર્થપૂર્ણ વૃદ્ધિમાં પરિવર્તન જોવા મળશે તેવી ખાનગી બેન્કો અપેક્ષા રાખી રહી છે. પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે પણ કોર્પોરેટ ધિરાણમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ રહેવાની ધારણાં છે.