10 માંથી 8 કંપનીઓ વળતર આપવામાં નિષ્ફળ
10 માંથી 8 કંપનીઓ વળતર આપવામાં નિષ્ફળ
Published on: 05th May, 2026

છેલ્લા બે દાયકામાં ભારતીય કંપનીઓ દ્વારા કરવામાં આવેલા મોટા સંપાદનથી શેરધારકોને ખાસ કોઈ નોંધપાત્ર લાભ થયો નથી. ૧૦ માંથી આઠ કિસ્સાઓમાં, નોંધપાત્ર સંપત્તિ પ્રાપ્ત કરવા માટે અબજો ડોલર ખર્ચ કરતી કંપનીઓના શેર સંપાદન પછી દેખાવની દ્રષ્ટિએ વ્યાપક બજાર કરતાં તે નોંધપાત્ર રીતે પાછળ રહી ગયા છે. ૧૦ સૌથી મોટી હસ્તગત કરતી કંપનીઓમાંથી, ફક્ત બે, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ, બજાર કરતાં વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહી હતી.  હિન્ડાલ્કોએ ફેબુ્રઆરી ૨૦૦૭ માં નોવેલિસને ૫.૭ બિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી.