પૂર્ણેકરના મૃતદેહને કાપૂરબાવડી પોલીસ મથકે લઈ જઈ વિરોધ પ્રદર્શન
પૂર્ણેકરના મૃતદેહને કાપૂરબાવડી પોલીસ મથકે લઈ જઈ વિરોધ પ્રદર્શન
Published on: 01st October, 2026

થાણેમાં પ્રદીપ પૂર્ણેકરની ગોળી મારી હત્યા બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે. આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કારનો પરિવારે ઈનકાર કર્યો છે. આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં સમર્થકો, સંબંધીઓ અને ઉદ્ધવ સેનાના નેતાઓ કપુરબાવડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પોલીસ સ્ટેશન લાવી, તમામ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ અને ભૂતપૂર્વ મેયર મિનાક્ષી શિંદે સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી. પોલીસ સ્ટેશનની આસપાસ સુરક્ષા વધારવામાં આવી હતી.