અમૃતસર એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા 7 ફ્લાઇટ્સ ડાયવર્ટ
અમૃતસર એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા 7 ફ્લાઇટ્સ ડાયવર્ટ
Published on: 07th September, 2026

પંજાબના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમૃતસર પર શંકાસ્પદ ડ્રોન જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સાવચેતીના ભાગરૂપે, દિલ્હી અને ચંદીગઢ તરફ આવતી કુલ 7 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ રનવે નજીક અસામાન્ય પ્રવૃત્તિ જોતા તાત્કાલિક ચેતવણી જારી કરી હતી, જેના કારણે ફ્લાઇટ્સના ઉતરાણને થોડા સમય માટે રોકી દેવાયું હતું. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.