મોંઘવારી વચ્ચે સરકારે રેશનિંગના અનાજમાં કાપ મૂક્યો
મોંઘવારી વચ્ચે સરકારે રેશનિંગના અનાજમાં કાપ મૂક્યો
Published on: 07th September, 2026

સરકારી સસ્તા અનાજની દુકાનો પર રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા મળતા હતા, જેમાં સરકારે ઘટાડો કરીને હવે માત્ર 1 કિલો ચોખા આપવાનું નક્કી કર્યું છે. સપ્ટેમ્બર મહિનાના રેશનિંગમાં અનાજમાં કાપ મૂકતાં ગરીબ-મધ્યમ વર્ગના રેશનકાર્ડ ધારકોમાં નારાજગી વ્યાપી છે. ચોખાના જથ્થામાં 2 કિલોનો ઘટાડો કરીને તેની સામે પૌષ્ટિક અનાજ તરીકે વ્યક્તિદીઠ 2 કિલો બાજરી આપવામાં આવશે. પરિણામે, આ મહિને રેશનકાર્ડ ધારકોને ચોખા ઓછી માત્રામાં મળી રહ્યા છે અને તેની સામે ઘઉં-બાજરીનો જથ્થો વધુ પ્રમાણમાં મળી રહ્યો છે.