સુપ્રીમ કોર્ટમાં આજે હવાઈ ભાડા પર સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે હવાઈ ભાડા પર સુનાવણી
Published on: 07th September, 2026

હવાઈ ભાડામાં મનસ્વી વધારો અને ખાનગી એરલાઈન્સ દ્વારા લેવાતા વધારાના શુલ્ક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. આ કેસ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચમાં છે. અગાઉ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો એરલાઇન્સ નિયમોનું પાલન નહીં કરે તો તેમને તેમના પ્લેન ઊભા કરવાની ફરજ પાડવામાં આવશે. આ મામલો ગયા વર્ષે નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, જ્યાં ભાડામાં વધારો અને છુપાયેલા શુલ્ક જેવા મુદ્દાઓ પર અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી સોશિયલ એક્ટિવિસ્ટ એસ લક્ષ્મીનારાયણ દ્વારા દાખલ કરાઈ હતી.