હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી 9 લોકોના મોત!
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી 9 લોકોના મોત!
Published on: 03rd July, 2026

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ અને ભૂસ્ખલનનો કહેર જોવા મળ્યો છે, જેના કારણે 9 લોકોના મોત થયા છે. રાજ્યના શિમલા, કાંગડા, લાહૌલ-સ્પીતિ અને ચંબા જિલ્લામાં જુદા જુદા અકસ્માતોમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 50થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. આ ઉપરાંત, 42 ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. હવામાન વિભાગે કાંગડા અને મંડી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.