વાયદા બજારમાં સોનું અને ચાંદી ગબડ્યા
વાયદા બજારમાં સોનું અને ચાંદી ગબડ્યા
Published on: 25th August, 2026

વાયદા માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગને કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ ઊંચા સ્તરેથી નીચે પટકાયા છે. ગઈકાલે રેકોર્ડ સપાટી નજીક પહોંચ્યા બાદ આજે બજાર ખુલતાની સાથે જ મોટા ઘટાડા સાથે વેપાર શરૂ થયો હતો. સોનું 165000 ની નજીક અને ચાંદી 2.50 લાખની નજીક પહોંચીને ગબડ્યા છે. નિષ્ણાતોના મતે, તેજી બાદ હવે 'પ્રોફિટ બુકિંગ' અને આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે દબાણ વધ્યું છે.