ગાયમુખથી કેડબરી જંકશન મેટ્રો-4/4-એ રૂટને RDSO સર્ટિફિકેશન મળ્યું
ગાયમુખથી કેડબરી જંકશન મેટ્રો-4/4-એ રૂટને RDSO સર્ટિફિકેશન મળ્યું
Published on: 07th June, 2026

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા નિર્માણાધીન વડાલા-થાણે-કાસારવડવલી મેટ્રો-4 અને કાસારવડવલી-ગાયમુખ મેટ્રો 4-એ રૂટના ગાયમુખથી કેડબરી જંકશનના પ્રથમ તબક્કાને રિસર્ચ ડીઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. 209 દિવસના પરીક્ષણ બાદ આ મહત્વપૂર્ણ તબક્કો પાર થયો છે. હવે મેટ્રો રેલવે સુરક્ષા તરફથી સુરક્ષા પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થાણેના નાગરિકોનું મેટ્રો પ્રવાસનું સ્વપ્ન જૂન 2026 સુધીમાં સાકાર થશે.