ઈલોન મસ્ક ચિંતિત: ભારતમાં દિલ્હીનો પ્રજનન દર ફિનલેન્ડથી પણ નીચે
ઈલોન મસ્ક ચિંતિત: ભારતમાં દિલ્હીનો પ્રજનન દર ફિનલેન્ડથી પણ નીચે
Published on: 07th June, 2026

વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં ઘટી રહેલા પ્રજનન દરને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા શરૂ થઈ ગઈ છે. SpaceXના CEO ઈલોન મસ્કે ભારતની ઘટતી વસ્તીના આંકડા પર ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં જન્મ દર હવે વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી 'રિપ્લેસમેન્ટ લેવલ' કરતાં પણ નીચે આવી ગયો છે. રાજધાની દિલ્હીનો પ્રજનન દર માત્ર 1.2 રહી ગયો છે, જે ફિનલેન્ડ કરતાં પણ ઓછો છે.