નવા સપ્તાહે શેરબજારમાં 73125 થી 74989 વચ્ચે સેન્સેક્સની ચાલ રહેશે
નવા સપ્તાહે શેરબજારમાં 73125 થી 74989 વચ્ચે સેન્સેક્સની ચાલ રહેશે
Published on: 07th June, 2026

વૈશ્વિક સ્તરે ઈરાન-અમેરિકા, ઈઝરાયેલ અને યુક્રેન-રશિયા યુદ્ધોને કારણે સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતાઓ ભારતીય શેરબજાર પર અસર કરી રહી છે. અમેરિકાના વલણમાં આવેલા ફેરફારો અને ટ્રમ્પના ભારત અંગેના નિવેદનો બજારના સેન્ટિમેન્ટને ડહોળી રહ્યા છે. ક્રુડ ઓઈલના આયાત બિલને પહોંચી વળવા સરકાર અને RBI દ્વારા વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ પર ટેક્સ રાહત આપવામાં આવી છે, જે વિદેશી રોકાણકારોના બજારમાંથી બહાર નીકળવાના ટ્રેન્ડને રોકવા માટે લેવાયેલું પગલું છે.