તેલંગાણાના CM રેવંત રેડ્ડીના હિટલરથી પ્રેરણા નિવેદનથી રાજકીય હોબાળો
તેલંગાણાના CM રેવંત રેડ્ડીના હિટલરથી પ્રેરણા નિવેદનથી રાજકીય હોબાળો
Published on: 07th June, 2026

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ રાજ્યની દબાણ વિરોધી એજન્સી HYDRAAના નામ અને કન્સેપ્ટની પ્રેરણા એડોલ્ફ હિટલર પાસેથી લીધી હોવાનો દાવો કર્યો છે. આ નિવેદન બાદ ભાજપ (BJP) અને બીઆરએસ (BRS) સહિતના વિપક્ષી પક્ષોએ કોંગ્રેસ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. ભાજપે આને કોંગ્રેસની ખતરનાક હિટલર અને ઇમરજન્સી વાળી માનસિકતા ગણાવી છે. રેડ્ડીએ ઉત્તર-દક્ષિણ વિભાજનના મુદ્દે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.