મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતોમાં કુલ ૧૦ લોકોના મોત
મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતોમાં કુલ ૧૦ લોકોના મોત
Published on: 20th July, 2026

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બે અલગ-અલગ દર્દનાક માર્ગ અકસ્માતોમાં કુલ ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં હાઇવે પર ફોટો પડાવી રહેલા ૬ મિત્રોને એક અજાણ્યા ભારે વાહને કચડી નાખ્યા હતા, જેમાં ૫ મિત્રોના મોત થયા હતા. જ્યારે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ટ્રક-કારની ટક્કરમાં ૫ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. બંને અકસ્માતોમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.