બાઇકરનો યમરાજ સાથેનો 'મિસ્ડ કોલ'
બાઇકરનો યમરાજ સાથેનો 'મિસ્ડ કોલ'
Published on: 22nd July, 2026

પશ્ચિમ બંગાળના પહાડોમાં વરસાદ દરમિયાન બાઇક ચલાવતા એક બાઇકરનો જીવ માંડ-માંડ બચ્યો છે. કુર્સિયોંગ વ્યુ પોઈન્ટ પાસે, બાઇકર વરસાદમાં લપસીને સેંકડો ફૂટ ઊંડી ખાણમાં પડતાં પડતાં બચી ગયો. તેની બાઇક બેલેન્સ ગુમાવી રસ્તા પર પડી ગઈ, જ્યારે બુટ હવામાં ઉડી ગયું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ તેને 'યમરાજનો મિસ્ડ કોલ' ગણાવ્યો છે. દેહરાદૂન પોલીસે પણ આ વીડિયો શેર કરી વરસાદમાં સાવચેતીથી વાહન ચલાવવાની ચેતવણી આપી છે.