ટ્વિશા શર્મા કેસમાં પતિ સમર્થ સિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા.
ટ્વિશા શર્મા કેસમાં પતિ સમર્થ સિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા.
Published on: 26th May, 2026

ટ્વિશા શર્મા કેસમાં પતિ સમર્થ સિંહે ૧૦ કલાકની પૂછપરછ બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે ટ્વિશા સાથે ઝઘડા થતા હતા પરંતુ તેણે ક્યારેય હાથ ઉપાડ્યો નહોતો. ટ્વિશા ડ્રગ્સની આદતને કારણે બાળક ઈચ્છતી નહોતી, જેના લીધે તે તણાવમાં રહેતી હતી. સમર્થના દાવા મુજબ, ટ્વિશાએ પોતાની મરજીથી ગર્ભપાત કરાવ્યો હતો. ટ્વિશા બાઈપોલર ડિસઓર્ડરથી પીડિત હતી, જેના કારણે તેના મૂડમાં વારંવાર ફેરફાર થતો હતો. CBI એ FIR નોંધી તપાસ શરૂ કરી છે.