વાંકલા ગામમાં બ્રિજ ધોવાયો, ભારે વાહનો માટે રોડ બંધ
વાંકલા ગામમાં બ્રિજ ધોવાયો, ભારે વાહનો માટે રોડ બંધ
Published on: 03rd August, 2026

ડોલવણ તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે વાંકલા ગામ પાસેના બ્રિજની બંને બાજુની દિવાલોનું ધોવાણ થયું છે. આ ઘટનાને પગલે સલામતીના કારણોસર વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો માટે આ માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોને અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે. વ્યારાથી ઉનાઈ અને ભિનાર તરફ જતા વાહનો માટે બેડચીત, બુહારી, કરચેલીયા, વલવાડા, હળદવા, અનાવલ માર્ગનો ઉપયોગ કરવો પડશે.