ટ્રમ્પની મહેનત પાણીમાં? હિઝબુલ્લાહનો સીઝફાયર માનવાનો ઇનકાર
ટ્રમ્પની મહેનત પાણીમાં? હિઝબુલ્લાહનો સીઝફાયર માનવાનો ઇનકાર
Published on: 25th April, 2026

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી બાદ ઇઝરાયલ અને લેબનોન વચ્ચેનો યુદ્ધવિરામ વધુ ત્રણ અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. જોકે, કાગળ પરના આ યુદ્ધવિરામ છતાં દક્ષિણ લેબનોનની ધરતી હજુ પણ ધડાકાઓથી ધ્રૂજી રહી છે. શુક્રવારે ઇઝરાયલી હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે વળતા પ્રહારમાં હિઝબુલ્લાહે ઇઝરાયલનું અત્યાધુનિક ડ્રોન તોડી પાડ્યું છે. હિઝબુલ્લાહના સાંસદ અલી ફય્યાદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યારે ઇઝરાયલ સતત ગોળીબાર, બોમ્બમારો અને હત્યાઓ ચાલુ રાખતું હોય, ત્યારે આ યુદ્ધવિરામનો કોઈ અર્થ રહેતો નથી