‘ટ્રમ્પને લોકશાહી નહીં, માત્ર ઓઈલમાં રસ’, હોર્મુઝમાં તણાવ વચ્ચે ચીનની કંપનીઓ પર પ્રતિબંધથી રશિયા નારાજ
‘ટ્રમ્પને લોકશાહી નહીં, માત્ર ઓઈલમાં રસ’, હોર્મુઝમાં તણાવ વચ્ચે ચીનની કંપનીઓ પર પ્રતિબંધથી રશિયા નારાજ
Published on: 25th April, 2026

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે અમેરિકા પર સીધો અને મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે અમેરિકા વિશ્વના અનેક દેશોમાં જે દખલગીરી કરે છે, તેની પાછળનું અસલી કારણ તેલ અને પોતાનો ફાયદો છે. એક ઈન્ટરવ્યુમાં લાવરોવે કહ્યું કે અમેરિકા પોતે પણ સ્વીકારે છે કે તેને કોઈની નહીં, માત્ર પોતાના હિતોની ચિંતા છે. લાવરોવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વેનેઝુએલા અને ઈરાન જેવા દેશોમાં અમેરિકાનો રસ છુપાયેલો નથી. તેમના મતે આ દેશોમાં તેલનો મોટો ભંડાર છે અને આ જ અસલી કારણ છે કે અમેરિકા ત્યાં સક્રિય રહે છે.