ટ્રમ્પ ઈરાન પર ભડક્યા: 'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી'
ટ્રમ્પ ઈરાન પર ભડક્યા: 'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી'
Published on: 08th July, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાન પર ભડકાઉ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ ઈરાન સાથે કોઈ નવી ડીલ કરવા માંગતા નથી અને સમજૂતીનો દોર હવે પૂરો થઈ ચૂક્યો છે. NATO સમિટ દરમિયાન ટ્રમ્પે ઈરાની લોકો વિશે કહ્યું, 'તેઓ બીમાર લોકો છે.' ઈરાન ઉપરાંત તેમણે NATO, ગ્રીનલેન્ડ અને સ્પેન વિશે પણ તીખી ટિપ્પણીઓ કરી. અમેરિકા-ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે તણાવ યથાવત્ છે, અને આ નિવેદન અમેરિકી વલણ વધુ સખ્ત બનવાના સંકેત છે.