અમેરિકા-યુરોપ વચ્ચે પડી તિરાડ, ટ્રમ્પે અચાનક જ જર્મનીથી 5000 સૈનિકો પાછા ફરવા આદેશ કર્યો
અમેરિકા-યુરોપ વચ્ચે પડી તિરાડ, ટ્રમ્પે અચાનક જ જર્મનીથી 5000 સૈનિકો પાછા ફરવા આદેશ કર્યો
Published on: 02nd May, 2026

મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને નાટો (NATO)ના મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ જોવા મળી રહી છે. પેન્ટાગોને શુક્રવારે જાહેરાત કરી છે કે અમેરિકા નાટો સહયોગી દેશ જર્મનીમાંથી 5,000 સૈનિકો પાછા ખેંચી રહ્યું છે.વ્યૂહાત્મક વિવાદ અને સૈન્ય કાપજર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથેની ઉગ્ર ચર્ચા બાદ પ્રમુખ ટ્રમ્પે આ સૈન્ય કાપનો આદેશ આપ્યો છે. ચાન્સેલર મેર્ઝે નિવેદન આપ્યું હતું કે 'બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની વાટાઘાટોમાં ઈરાનીઓ અમેરિકાનું અપમાન કરી રહ્યા છે.