પોરબંદરમાં 110 વર્ષ જૂની "સ્ટેશન ધર્મશાળા" મુંબઇના વેપારીઓએ સ્વખર્ચે જીવંત રાખી છે.
પોરબંદરમાં 110 વર્ષ જૂની "સ્ટેશન ધર્મશાળા" મુંબઇના વેપારીઓએ સ્વખર્ચે જીવંત રાખી છે.
Published on: 27th April, 2026

પોરબંદરમાં મુંબઈના કાપડના વેપારીઓએ 1915માં રેલ્વે સ્ટેશન પાસે "સ્ટેશન ધર્મશાળા" શરૂ કરી. દર વર્ષે 500થી વધુ પ્રવાસીઓ લાભ લે છે. આજના મોંઘાદાટ હોટલોના યુગમાં પણ આ ધર્મશાળા માનવતાનું ઉદાહરણ છે. મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદરૂપ આ ધર્મશાળાની સ્થાપના શેઠ ગોકુલદાસ ડુંગરસિંહ શેઠે કરી હતી. જેમાં 10 મોટા અને 7 નાના રૂમ છે, જે સ્વચ્છ વાતાવરણ આપે છે. "સેવા પરમો ધર્મ" ના ઉદ્દેશ્ય સાથે આ ધર્મશાળા કાર્યરત છે.