રેલવે સ્ટેશને દુકાન કે વ્યવસાય શરૂ કરવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા
રેલવે સ્ટેશને દુકાન કે વ્યવસાય શરૂ કરવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા
Published on: 12th August, 2026

રેલવે સ્ટેશનો પર ચા, પુસ્તકો, ખાદ્યપદાર્થો અને જનરલ સ્ટોર જેવા વ્યવસાયો સામાન્ય નાગરિકો દ્વારા રેલવેના લાયસન્સ હેઠળ ચલાવવામાં આવે છે. IRCTC અને ઝોનલ રેલવે દ્વારા નિયમિત અંતરે ટ્રેડિંગ સ્ટોલ્સ માટે ઈ-ઓક્શન અથવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે. આ પ્રક્રિયામાં જગ્યા ફાળવણી, અરજી, જરૂરી દસ્તાવેજો અને ફીનો સમાવેશ થાય છે. સ્ટેશનની કેટેગરી અને મુસાફરોની સંખ્યાના આધારે ફી નક્કી થાય છે, જેમાં સિક્યોરિટી ડિપોઝિટ અને ફી પેટે અંદાજે રૂ. 40,000 થી રૂ. 3 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે.