જામનગર મેડિકલ કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમ પદ્ધતિથી દેશમાં 47મો ક્રમ
જામનગર મેડિકલ કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમ પદ્ધતિથી દેશમાં 47મો ક્રમ
Published on: 12th August, 2026

જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કૉલેજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (આઇઆઇઆરએફ) દ્વારા જાહેર કરાયેલ નેશનલ રેન્કિંગમાં 1000માંથી 890.80 ગુણ મેળવીને દેશભરમાં 47મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ પ્રથમ વખત કૉલેજને ટોપ-50 મેડિકલ કૉલેજની યાદીમાં લાવે છે. ગુજરાત રાજ્યની સરકારી મેડિકલ કૉલેજોમાં બીજો ક્રમ મેળવી ગૌરવ વધાર્યું છે. 315 ફેકલ્ટીઝ, 2000 બેડની GG હોસ્પિટલ, અદ્યતન MRI, CT-Scan, ICU, અને મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ યુનિટ જેવી સુવિધાઓને કારણે કૉલેજની ગુણવત્તા દર્શાવે છે.