સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496
આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન-અમેરિકાની મડાગાંઠ અને યુ.એ.ઈ.ના ઓપેકમાંથી બહાર નીકળવા છતાં, ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. રિલાયન્સ અને આઈટીસી જેવા શેરોમાં ફંડોની ખરીદી તેમજ મારૂતિ સુઝુકીના સારા ડિવિડન્ડને કારણે બજાર ઉચકાયું હતું. આઈટી અને મેટલ શેરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો, જોકે પાવર શેરોમાં નફો બુક થયો હતો. સેન્સેક્સ ૬૦૯ પોઈન્ટ વધીને ૭૭,૪૯૬ પર અને નિફ્ટી ૧૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪,૧૭૭ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496
ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો?
ભારતીય રૂપિયો ડોલર સામે 95 ના સ્તરને પાર કરી જતાં ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે. RBIએ BRICS દેશો સાથે મળીને નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવી પેમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકી ડોલરની અસ્થિરતાના પ્રભાવને ઓછો કરવાનો છે. આ ફ્રેમવર્ક હેઠળ BRICS સભ્ય દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને UAE) સીમા-પારના વ્યવહારો સ્થાનિક ચલણમાં જ પતાવશે. આનાથી ડોલરમાં કન્વર્ટ કરવાની ફી બચશે અને પશ્ચિમી બેંકો પરની નિર્ભરતા ઘટશે.
ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો?
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન બરબાદ થયું, ખુદ શાહબાઝ શરીફે દુનિયા સામે કબૂલ્યું
દેવાના બોજ તળે દબાયેલું પાકિસ્તાન હવે સંપૂર્ણપણે આર્થિક પાયમાલીના આરે આવી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી ગંભીર અસર પાકિસ્તાનની અર્થતંત્ર પર પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે વિશ્વ સમક્ષ કબૂલાત કરી છે કે ઈરાન યુદ્ધે દેશની અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી દીધી છે. બુધવારે (29મી એપ્રિલ) આપેલા એક નિવેદનમાં શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં જે પણ આર્થિક સુધારા કર્યા હતા, તે યુદ્ધને કારણે ધૂળમાં મળી ગયા છે. પાકિસ્તાન દર અઠવાડિયે ઓઈલ પર આશરે 30 કરોડ US ડોલર ખર્ચતું હતું. આજે, આ રકમ વધીને 80 કરોડ US ડોલર થઈ ગઈ છે.
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન બરબાદ થયું, ખુદ શાહબાઝ શરીફે દુનિયા સામે કબૂલ્યું
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર
૧ મે, ૨૦૨૬થી દેશમાં અનેક આર્થિક ફેરફારો અમલી બનશે, જેની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. ઓઈલ કંપનીઓ LPG, CNG અને ATFના નવા ભાવ જાહેર કરશે, જેમાં ફેરફારની શક્યતા છે. SBI કાર્ડધારકો માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીના નિયમો બદલાશે. આ ઉપરાંત, ઓનલાઇન ગેમિંગ માટે નવા સરકારી નિયમો લાગુ થશે અને બેન્ક ગ્રાહકો માટે e-KYC પૂર્ણ કરવાની અંતિમ તારીખ હોવાથી તે અપડેટ કરાવવું અનિવાર્ય બનશે, અન્યથા નાણાકીય વ્યવહારો અટકી શકે છે.
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો
આજે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું. મળેલી વિગતો અને લેટેસ્ટ ડેટા મુજબ સેન્સેક્સ 927.83 પોઈન્ટ (1.20%) ગબડીને 76,568.53 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર 77,014.21 ના સ્તરે ખુલ્યા બાદ સતત નીચે ગયું હતું. જ્યારે નિફ્ટી 50 માં પણ 286.70 પોઈન્ટ (1.19%) નો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે 23,890.95 ના સ્તર પર આવી ગઈ છે. શેરબજારમાં આજે આવેલા આ પ્રચંડ ઘટાડા પાછળ કેટલાક વૈશ્વિક અને આર્થિક પરિબળો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તામાં પડેલા ગતિરોધને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો
ઓપેકમાંથી UAE બહાર, ક્રુડ તેલના ભાવ ઊંચા રહેશે.
યુનાઈટેડ આરબ અમીરાત (UAE) દ્વારા ઓપેક (OPEC) સંગઠન છોડવાના નિર્ણય છતાં ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૧૧ ડોલરની આસપાસ ઊંચા રહેવાની શક્યતા છે. પશ્ચિમ એશિયામાં હોર્મુઝ ખાડી બંધ થવાને કારણે પુરવઠામાં અવરોધ, ભૌગોલિક રાજકીય જોખમો અને જહાજોની અછત જેવી સ્થિતિમાં આ ભાવમાં તાત્કાલિક ઘટાડો નહીં થાય તેમ બજારના વર્તુળો માને છે. અખાત સિવાયના દેશોમાં નીચું રોકાણ અને વૈશ્વિક સ્તરે તેલની જળવાયેલી માંગ પણ ભાવ વધારાને ટેકો આપી રહી છે, જે લાંબા ગાળે બજારને અસર કરશે.
ઓપેકમાંથી UAE બહાર, ક્રુડ તેલના ભાવ ઊંચા રહેશે.
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ
વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક વાહન બજારના વિકાસમાં એશિયા-પેસિફિક ક્ષેત્ર, ખાસ કરીને ભારત અને ચીન મુખ્ય ચાલક બળ તરીકે ઉભરી આવ્યા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ મોટર વ્હીકલ મેન્યુફેક્ચરર્સ અનુસાર, વૈશ્વિક ઉત્પાદન અને વેચાણમાં અનુક્રમે ૩.૯% અને ૪.૭% નો વધારો થયો છે. જોકે, આ વૃદ્ધિ સમાન નથી; એશિયામાં ઉત્પાદનમાં ૭.૬% નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે યુરોપ અને અમેરિકાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ઓટોમોબાઈલ ક્ષેત્રે પશ્ચિમી દેશોની સરખામણીએ એશિયાઈ દેશો વર્ચસ્વ જમાવી રહ્યા છે.
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ
ઇરાન યુદ્ધ વચ્ચે પ્રથમ LNG ટેન્કર ભારત પહોંચ્યું.
ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર અટકી પડી હતી, પરંતુ તાજેતરમાં ૧.૩૫ લાખ ઘનમીટરની ક્ષમતા ધરાવતું પ્રથમ LNG ટેન્કર આ ખાડી પાર કરી ભારત નજીક પહોંચ્યું છે. આ જહાજે હોર્મુઝ પાર કરવા માટે સંભવતઃ પોતાનું સિગ્નલ બંધ કરવાની પદ્ધતિ અપનાવી હતી, જેથી તે રાડારમાં પકડાયા વિના સલામત રીતે નીકળી શક્યું. યુદ્ધના લાંબા ગાળા બાદ આ સફળતા મળતા હવે તે ભારત પહોંચવાની તૈયારીમાં છે, જે ઉર્જા પુરવઠા માટે મહત્વના સંકેત આપે છે.
ઇરાન યુદ્ધ વચ્ચે પ્રથમ LNG ટેન્કર ભારત પહોંચ્યું.
હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો
કેન્દ્ર સરકાર દેશમાં પેટ્રોલના વધતા ભાવ અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) એ 27 એપ્રિલના રોજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં પેટ્રોલમાં વધુ માત્રામાં ઈથેનોલ ભેળવવાના નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ લાગુ થશે, તો આગામી સમયમાં વાહનો સંપૂર્ણપણે ઈથેનોલથી પણ ચાલી શકશે. આ ડ્રાફ્ટ નોટિફિકેશનનો હેતુ ઉત્સર્જન સંબંધિત નિયમો, ફ્યુઅલ ક્લાસિફિકેશન અને હાઈ ઈથેનોલ બ્લેન્ડ સાથે જોડાયેલા ટેકનિકલ શબ્દોમાં ફેરફાર કરવાનો છે.
હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો
સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર
જામનગરમાં ટાટા કેમિકલ્સ કંપની દ્વારા સમુદ્રમાં ગંદુ પાણી ઠાલવવા સામે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે કંપનીએ વર્ષ 2001થી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં છેલ્લા 26 વર્ષથી સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે કોર્ટે કંપની મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો. આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે, 'ટાટા કેમિકલ્સ સમુદ્રમાં ગંદુ પાણી છોડી શકે નહીં. આવું પાણી કોઈના આંગણામાં કેવી રીતે છોડી શકાય? આમ, કંપનીએ કરેલી માંગણી કોઈ રીતે સ્વીકાર્ય નથી.' આ કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે સરકારને સોંગદનામું તપાસવાનો આદેશ કર્યો છે.
સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર
ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો
સંયુક્ત આરબ અમીરાતે ક્રૂડ ઓઈલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECમાંથી બહાર નિકળવાનો નિર્ણય લઈને સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. UAE OPEC નિયમોથી હટીને પોતાની ક્રૂડ ઓઈલ ક્ષમતા વધારવા માંગે છે, તેથી તેણે પહેલી મેથી OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAEના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. UAE અને સાઉદી વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે તાજેતરમાં જ સાઉદી અને પાકિસ્તાને મજબૂત ભાગીદારી કરી છે. UAEના આ નિર્ણયના કારણે વૈશ્વિક માર્કેટમાં ઓઈલની સપ્લાય વધવાની શક્યતા છે.
ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને લઈને ચર્ચા થઈ છે. ગત વખતે દિલ્હીમાં યોજાયેલી જ આંતરરાષ્ટ્રીય BRICS દેશોની હાઇ-લેવલ બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધે છે કારણ કે ગયા વખતે દિલ્હીમાં BRICSના પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જ્યાં “યુથ સબ-ગ્રુપ” પર ખાસ ફોકસ સાથે ચર્ચા થઈ હતી.
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. કોર્ટના મતે ટ્રમ્પે 1977ના 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ'(IEEPA)નો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટેરિફ લગાવ્યા હતા. આ ચુકાદાને કારણે અમેરિકન તિજોરીમાં જમા થયેલા 166 બિલિયન ડૉલર હવે આયાતકારોને પરત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ આંચકા છતાં ટ્રમ્પે તુરંત જ 150 દિવસ માટે 10 ટકા ટેમ્પરરી ટેરિફ લાગુ કરી દીધો હતો, જેની અવધિ 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.
ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો: 77,200 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 અંક વધ્યો.
આજે 29 એપ્રિલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ છે, જેમાં સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળીને 77,200 અને નિફ્ટી 24,100 ના સ્તરે પહોંચ્યા છે. ખાસ કરીને ઓટો, IT અને FMCG શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે અમેરિકી અને એશિયન બજારોમાં નરમાશ છે. સપ્લાયની ચિંતા અને વધતી માંગને કારણે ક્રૂડ ઓઇલ $110 પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ગઈકાલના ઘટાડા બાદ બજારે આજે ફરી રિકવરી દર્શાવી મજબૂત શરૂઆત કરી છે.
સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો: 77,200 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 અંક વધ્યો.
Stock Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 413 પોઇન્ટનો વધારો.
બુધવારે એશિયન બજારોના મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૩૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭,૨૧૪ અને નિફ્ટી ૨૪,૧૦૦ ના સ્તરને પાર કરી ૨૪,૦૬૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઓટો, રિયલ્ટી અને રિલાયન્સના શેરોમાં ખરીદીથી બજારને મજબૂતી મળી છે. જોકે, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાએ ચિંતા જન્માવી છે. વૈશ્વિક સ્તરે રોકાણકારોની નજર યુએસ ફેડરલ રિઝર્વની બેઠક અને ઓપેક (OPEC) સંબંધિત સમાચારો પર ટકી છે.
Stock Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 413 પોઇન્ટનો વધારો.
કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો
વિશ્લેષકોએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર માટે તેમના આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. આ ઘટાડો ક્રૂડ ઓઇલના સતત વધતા ભાવ વચ્ચે જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વધારાનો પ્રભાવ હજુ સુધી સંપૂર્ણપણે પ્રગટ થયો નથી. જે આગામી કેટલાક ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ્સના નાણાકીય પ્રદર્શન પર નકારાત્મક અસર કરે તેવી શક્યતા છે. તેઓ માને છે કે આ પ્રતિકૂળતા નાણાકીય વર્ષ ૨૦૨૭ના આંકડાઓને અસર કરશે.
કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો
2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું
ભારતમાં રોકાણ તરીકે સોનું ખરીદવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ૨૦૨૫ માં, કુલ સોનાના વપરાશના આશરે ૪૦% રોકાણ તરીકે ખરીદવામાં આવ્યા હતા, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ છે. ગોલ્ડ ઈટીએફ એ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના થકી ૩૭.૫ ટન સોનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ છેલ્લા ૧૦ વર્ષમાં કુલ રોકાણ કરતાં વધુ છે.
2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું
ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મુક્ત વેપાર કરાર (FTA)ને ટેક્સટાઈલ, લેધર, એપરલ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગોએ ઉમળકાભેર વધાવ્યો છે. આ કરારથી આ ક્ષેત્રોમાં નિકાસ વધવાની ઉજળી તકો છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ જે હાલ ૧.૬૬ કરોડ ડોલર છે, તે આગામી ત્રણ વર્ષમાં વધીને ૫ કરોડ ડોલર થવાની ધારણા છે. અન્ય ક્ષેત્રો પહેલેથી જ ડ્યુટી ફ્રી લાભ મેળવતા હોવાથી ત્યાં ખાસ ફેરફાર નહીં જણાય, પરંતુ લેધર અને ફૂટવેર ઉદ્યોગમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાનો અંદાજ છે.
ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે.
નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર
સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર બની રહ્યું છે. વિશ્વમાં ક્રુડ સ્ટીલના બીજા મોટા ઉત્પાદક દેશ ભારતે ગયા નાણાં વર્ષમાં ૬૬ લાખ ટન ફિનિશ્ડ સ્ટીલની નિકાસ કરી છે, જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ની તુલનાએ ૩૫.૯૦ ટકા વધુ છે. ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ ૮ ટકા વધી ૧૬.૪૨ કરોડ ટન રહ્યો હતો.
નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર
ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઝડપી તૂટી ગયા હતા. જો કે ઈરાન-અમેરિકા વચ્ચે મડાગાંઠના પહલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલદીઠ ૧૧૨ ડોલર ઉપર ગયાના સમાચારથી વૈશ્વિક ક્રૂડ તેલના બજારોમાં આજે અજંપો વધ્યો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધુ ચાર ટકા વધતાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૨.૭૦ ડોલર થઈ ૧૧૧.૯૫ ડોલર રહ્યા હતા.
ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ
વન્યજીવ બજાર: જ્યાં પ્રાણીઓ વેચાય છે અને સાથે બીમારીઓ ફ્રી મળે છે!
‘સાયન્સ’ જર્નલના અભ્યાસ મુજબ, વન્યજીવોનો વધતો વેપાર આગામી મહામારીનું મુખ્ય કારણ બની શકે છે. સંશોધન દર્શાવે છે કે વેપાર થતી ૪૧% પ્રજાતિઓ મનુષ્યોમાં રોગ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે, જે જોખમ બિન-વ્યાપારી પ્રાણીઓ કરતા અનેકગણું વધુ છે. ગેરકાયદેસર વેપાર અને વિદેશી પ્રાણીઓને પાળવાનો ક્રેઝ જીવલેણ વાયરસોના સંક્રમણનું જોખમ ૫૦% સુધી વધારે છે. આથી, માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે વૈશ્વિક સ્તરે બાયો-સર્વેલન્સ મજબૂત કરી વન્યજીવોના શિકાર અને વેપાર પર કડક પ્રતિબંધ મૂકવો અનિવાર્ય છે.
વન્યજીવ બજાર: જ્યાં પ્રાણીઓ વેચાય છે અને સાથે બીમારીઓ ફ્રી મળે છે!
ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક ઓઈલ પુરવઠો ખોરવાવાની આશંકા અને રૂપિયાના અવમૂલ્યન જેવા નકારાત્મક પરિબળોએ શેરબજારની તેજી પર બ્રેક લગાવી છે. વૈશ્વિક સંકટને પગલે બેંકોના માર્જિન પર અસર થવાની ભીતિથી વિદેશી ફંડોએ બેંકિંગ શેરોમાં ભારે વેચવાલી કરી હતી, જેના કારણે સેન્સેક્સ ૪૧૬.૭૨ પોઈન્ટ ગબડીને ૭૬,૮૮૬ પર બંધ રહ્યો હતો. બેંકિંગ ઉપરાંત ઓટો અને આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જ્યારે રિલાયન્સ અને મેટલ શેરોમાં પસંદગીની ખરીદી નીકળી હતી.
ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફરી ટ્રેડ એગ્રીમેન્ટ થયાં.
ભારત અને અમેરિકા વચ્ચે ડેરી અને કૃષિ ક્ષેત્રે ટેરિફ મુદ્દે મડાગાંઠ સર્જાતા ભારતે વેપાર કૂટનીતિ અપનાવી છે. અમેરિકાને બાજુએ રાખી ભારતે ન્યૂઝીલેન્ડ સહિત અન્ય દેશો સાથે કરાર કર્યા છે. ન્યૂઝીલેન્ડ સાથેના નવા મુક્ત વેપાર કરારથી વસ્ત્રો અને ઓટોમોબાઈલ્સ જેવી ચીજો પર શૂન્ય ડ્યુટી લાગશે, જેનાથી વેપાર ૫ અબજ ડોલરે પહોંચવાની ધારણા છે. આ કરારમાં ભારતે પોતાના ખેડૂતોના હિતમાં કૃષિ અને ડેરી ક્ષેત્રને રક્ષણ આપ્યું છે, જ્યારે ૨૦ અબજ ડોલરનું રોકાણ અને વિદ્યાર્થીઓ માટે વિઝાની વિશેષ છૂટછાટો મેળવીને મોટી સફળતા હાંસલ કરી છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફરી ટ્રેડ એગ્રીમેન્ટ થયાં.
19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો.
ઓડિશામાં તંત્રની અસંવેદનશીલતાની હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં જીતુ મુંડા નામનો આદિવાસી પોતાની મૃત બહેનનું હાડપિંજર ખભા પર ઉંચકી બેંક પહોંચ્યો હતો. બહેનના ખાતામાં જમા ₹૧૯,૦૦૦ ઉપાડવા માટે બેંક સત્તાવાળાઓ વારંવાર પુરાવા માંગી હેરાન કરતા હોવાથી કંટાળીને ભાઈએ આ આઘાતજનક પગલું ભર્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં તંત્ર જાગ્યું અને ઘરે જઈ નાણાં ચૂકવ્યા, પરંતુ જટિલ વહીવટી વ્યવસ્થા અને માનવતાના અભાવે સમગ્ર દેશમાં રોષ ફેલાવ્યો છે.
19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો.
ડીઝલમાં દારૂ, કમર્શિયલ એલપીજીમાં ડીએમઈની ભેળસેળની સરકારની તૈયારી.
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે સર્જાયેલા ઊર્જા સંકટ અને ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા ભારત સરકાર ઈંધણમાં મિશ્રણની તૈયારી કરી રહી છે. સરકાર ડીઝલમાં ૧૦ ટકા આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ અને કમર્શિયલ એલપીજીમાં ડાઈમિથાઈલ ઈથર (DME) ભેળવવાની દિશામાં આગળ વધી રહી છે. DME મિશ્રિત ગેસ માત્ર હોટેલ અને ઉદ્યોગો માટે વપરાશે, જે ઘરના વપરાશ માટે અયોગ્ય છે. ભારતીય માનક બ્યુરો ટૂંક સમયમાં આ નવા ઈંધણો માટે ગુણવત્તાના માપદંડો જાહેર કરશે, જેથી દેશની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બની શકે.
ડીઝલમાં દારૂ, કમર્શિયલ એલપીજીમાં ડીએમઈની ભેળસેળની સરકારની તૈયારી.
Vadodara: ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપ.બૅંકના 144મા સ્થાપના દિવસની ઉજવણી.
ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના ૧૪૪મા વર્ષના મંગલ પ્રવેશ અને સ્થાપના દિનની ચાંદોદ શાખામાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૧૩માં સ્થપાયેલી આ બેંક જિલ્લાના કૃષિ ક્ષેત્ર માટે કરોડરજ્જુ સમાન ગણાય છે, જે ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ધિરાણ અને દૂધ ઉત્પાદક મંડળીઓ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રસંગે સરપંચ દીપ્તિબેન સોની સહિત વિવિધ સહકારી અગ્રણીઓ અને બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં ૪૪ શાખાઓ દ્વારા બેંક ખેડૂતો અને પશુપાલકોની આર્થિક પ્રગતિમાં સતત સહયોગી બની રહી છે.
Vadodara: ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપ.બૅંકના 144મા સ્થાપના દિવસની ઉજવણી.
ભારતની એરલાઈન્સનું 'ક્રેશ લેન્ડિંગ' નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષને કારણે જેટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં થયેલા અસહ્ય વધારાથી ભારતીય એરલાઇન્સ મુશ્કેલીમાં મુકાઈ છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ સરકારને ચેતવણી આપી છે કે સંચાલન ખર્ચમાં ઈંધણનો હિસ્સો ૪૦% થી વધીને ૬૦% સુધી પહોંચતા કંપનીઓનું અસ્તિત્વ જોખમમાં છે. જો તાત્કાલિક નાણાકીય રાહત નહીં મળે, તો એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી મોટી કંપનીઓની કામગીરી બંધ થવાની ભીતિ છે. એરલાઇન્સ ક્ષેત્રને કાયમી નુકસાનથી બચાવવા માટે હવે સરકારની સહાય અનિવાર્ય બની ગઈ છે.
ભારતની એરલાઈન્સનું 'ક્રેશ લેન્ડિંગ' નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે.
ઓઈલ માર્કેટમાં ભંગાણ! UAE 59 વર્ષ જૂનું OPEC છોડ્યું, હવે ભારતને ફાયદો થવાની શક્યતા.
મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા નાકાબંધીના સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (UAE) એ ૧ મેથી ઓપેક (OPEC) અને ઓપેક પ્લસ જૂથમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. જોકે, આ નિર્ણય પાછળ યુદ્ધ કરતાં સાઉદી આરબ સાથેનો લાંબા સમયનો વિવાદ મુખ્ય કારણ મનાય છે. UAE ના આ કદમથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના સમીકરણો બદલાશે, જેનો સીધો ફાયદો ભારત જેવા આયાતકાર દેશને થવાની પ્રબળ શક્યતા છે, કારણ કે તેનાથી તેલના ભાવમાં સ્પર્ધાત્મકતા વધશે.
ઓઈલ માર્કેટમાં ભંગાણ! UAE 59 વર્ષ જૂનું OPEC છોડ્યું, હવે ભારતને ફાયદો થવાની શક્યતા.
નીતિન ગડકરી: ‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’
વર્તમાન સમયમાં દેશના રસ્તાઓ પર ટુ-વ્હિલરથી લઈને કાર-બસ સહિતના ઈલેક્ટ્રીક વાહનો દોડી રહ્યા છે. ત્યારે નીતિન ગડકરીએ ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલની ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. એટલે કે દેશમાં હવે પેટ્રોલ-ડીઝલના વાહનોનો યુગી ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે. ગડકરીએ નવી દિલ્હીમાં ‘બસવર્લ્ડ કૉન્કલેવ-2026’માં બોલતા વાહન ઉદ્યોગને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આવનારા સમયમાં ટ્રેડિશનલ ફ્યૂલથી દોડતી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. વર્તમાન સમય ઝડપથી ક્લીન અને સસ્તા ફ્યૂલ તરફ વધી રહ્યો છે.’
નીતિન ગડકરી: ‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’
જમીનમાં 8440 ફૂટ નીચે ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર!
ભારતના ઊર્જા ક્ષેત્ર માટે સારા સમાચાર મળ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે, આફ્રિકન દેશ લિબિયામાં ભારતીય કંપનીઓને ક્રૂડ ઓઇલ અને ગેસનો નવો ભંડાર મળ્યો છે. આ મહત્ત્વની શોધ લિબિયાના ગદામસ બેસિન વિસ્તારમાં થઈ છે. આ પ્રોજેક્ટમાં ભારતની જાણીતી કંપનીઓ 'ઓઇલ ઇન્ડિયા લિમિટેડ' અને 'ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ' ભાગીદાર તરીકે કામ કરી રહી છે, જ્યારે અલ્જેરિયાની કંપની સિપેક્સ આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહી છે.
જમીનમાં 8440 ફૂટ નીચે ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર!
હોર્મુઝના કારણે બમણા ભાવે યુરિયા ખરીદવું પડ્યું તો ભારતે શોધી કાઢ્યો રસ્તો!
ભારત અને રશિયા અંદાજે 2 અબજ ડૉલરના ખર્ચે રશિયાના ટોલિયાટ્ટી શહેરમાં એક વિશાળ યુરીયા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ રશિયાની યુરાલકેમ અને ભારતની ઈન્ડિયન પોટાશ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ(RCF) અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ(NFL)ના સંયુક્ત સાહસ દ્વારા સાકાર કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ ટન જેટલી હશે, જે ભારત માટે ખાતરના નિશ્ચિત સ્ત્રોત તરીકે કામ કરશે.