ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ
ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ
Published on: 29th April, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઝડપી તૂટી ગયા હતા. જો કે ઈરાન-અમેરિકા વચ્ચે મડાગાંઠના પહલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલદીઠ ૧૧૨ ડોલર ઉપર ગયાના સમાચારથી વૈશ્વિક ક્રૂડ તેલના બજારોમાં આજે અજંપો વધ્યો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધુ ચાર ટકા વધતાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૨.૭૦  ડોલર થઈ ૧૧૧.૯૫ ડોલર રહ્યા હતા.