પાટણ પાલિકામાં આઉટ સોર્સિંગ ભરતીના ટેન્ડરમાં ગેરરીતિ
પાટણ પાલિકામાં આઉટ સોર્સિંગ ભરતીના ટેન્ડરમાં ગેરરીતિ
Published on: 02nd September, 2026

પાટણ નગરપાલિકામાં આઉટ સોર્સિંગ ભરતીના ટેન્ડર મુદ્દે શાસક પક્ષના જ ૧૪ નગરસેવકોએ પ્રમુખ સામે મોરચો ખોલ્યો છે. આક્ષેપ છે કે L1 એજન્સીને બદલે L2 એજન્સીને વર્ક ઓર્ડર આપી આર્થિક ફાયદો કરાવવામાં આવ્યો છે. ખોટા ઠરાવ ક્રમાંકનો ઉપયોગ કરીને અને સામાન્ય સભામાં થયેલા નિર્ણય વિના જ આર્થિક લાભ પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે નગરસેવકોએ લેખિતમાં વાંધો રજૂ કરી પ્રમુખની વ્યક્તિગત જવાબદારી રહેશે તેમ જણાવ્યું છે.