અમદાવાદ: મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે અંધારા
અમદાવાદ: મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે અંધારા
Published on: 08th June, 2026

ભારતીય બંધારણ ગ્રામીણ લોકશાહીના સશક્તિકરણ માટે પંચાયતોમાં મહિલાઓને 50 ટકા અનામત આપે છે, જેથી સ્ત્રી નેતૃત્વ આગળ આવે અને ગામડાઓનો વિકાસ થાય. પરંતુ અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના સિંગરવા ગામમાંથી આ સશક્તિકરણ માત્ર સરકારી દફતરો પૂરતું સીમિત રહી ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સીતાબેન માત્ર નામનાં સરપંચ છે, જ્યારે તેમના પુત્રો ગેરકાયદે વહીવટ સંભાળી રહ્યા છે. આ બાબતે DDO, TDO અને મામલતદાર સુધી રજૂઆતો થઈ ચૂકી છે, તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પણ આવી 'પ્રોક્સી પ્રતિનિધિત્વ' પ્રથા સામે કડક પગલાં લેવાની હિમાયત કરે છે.