સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજે પ્રચાર પડઘમ શાંત
Published on: 24th April, 2026

ડોર-ટુ-ડોર પ્રચાર કરવા ઉમેદવારો, કાર્યકરો મેદાનમાં ઉતરશેમતદારોની નિરસતાએ ઉમેદવારોની ચિંતા વધારી, ૨૬મીએ મતદાનમાં અસર વર્તાઈ શકેભાવનગર -  ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની ઉલટ ગણતરી શરૃ થઈ ગઈ છે. આવતીકાલે શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જવાના હોય, રાજકીય પક્ષો, ઉમેદવારોએ પ્રચાર પાછળ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પરંતુ આ વખતે મતદારોમાં ચૂંટણીનો કોઈ રંગ જ દેખાતો ન હોય, ઉમેદવારોની ચિંતા વધી છે.