દિલ્હીમાં CJP બાદ ખેડૂતોનું આંદોલન!
દિલ્હીમાં CJP બાદ ખેડૂતોનું આંદોલન!
Published on: 20th July, 2026

સંસદના ચોમાસું સત્ર દરમિયાન દિલ્હીમાં બે મોટા આંદોલનો ચાલી રહ્યા છે. એક તરફ કોકરોચ જનતા પાર્ટી (CJP) નો વિરોધ, તો બીજી તરફ પંજાબથી હજારો ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચી રહ્યો છે. ખેડૂતો 21 જુલાઈના રોજ 'કિસાન ઘાટ' ખાતે મહારેલીમાં ભાગ લેશે. તેમની મુખ્ય માંગ ભારત-અમેરિકા વેપાર કરારના દસ્તાવેજો જાહેર કરવાની અને ચર્ચા કરવાની છે. ખેડૂતોને ડર છે કે આ કરારથી ભારતીય ડેરી અને કૃષિ ક્ષેત્ર પર નકારાત્મક અસર પડશે.