હૈદરાબાદમાં IPS ટ્રેઇનીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
હૈદરાબાદમાં IPS ટ્રેઇનીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
Published on: 21st July, 2026

હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા IPS ટ્રેઇની ઉદય કૃષ્ણા રેડ્ડીએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેમની સાથે તાલીમ લઈ રહેલી એક મહિલા IPS પ્રોબેશનરે સ્ટૉકિંગ, શારીરિક હુમલો, ધમકી અને મરજી વિના વીડિયો શૂટ કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. રેડ્ડીએ સુસાઈડ નોટમાં આરોપો નકારી, સંબંધ અને બ્લેકમેલિંગનો દાવો કર્યો છે. પોલીસે BNS અને IT Act હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.