ઈ-૧૦ પેટ્રોલ પાછું લાવવાની ભલામણ!
ઈ-૧૦ પેટ્રોલ પાછું લાવવાની ભલામણ!
Published on: 18th August, 2026

કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જૂની ગાડીઓ માટે ઈ-૧૦ પેટ્રોલ ફરી શરૂ કરવાની ભલામણ કરી છે. જ્યારે દેશભરમાં ઈ-૨૦ પેટ્રોલનો ઉપયોગ શરૂ થયો છે, ત્યારે તેમણે જણાવ્યું કે લાખો જૂના વાહનો ઈ-૨૦ પેટ્રોલ માટે યોગ્ય નથી. ઈથેનોલ જૂના વાહનોના પાર્ટ્સ પર અસર કરી શકે છે. આ સૂચનને પગલે સરકારમાં મતભેદો ચર્ચાનો વિષય બન્યા છે. ઇથેનોલ ઇન્ડસ્ટ્રીઝે તેમના સૂચનનો વિરોધ કર્યો છે.