સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે ભરૂચમાં મેગા કૅમ્પનું આયોજન
સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે ભરૂચમાં મેગા કૅમ્પનું આયોજન
Published on: 08th September, 2026

નાગરિકોને કાનુની સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે જિલ્લા કાનુની સેવા સત્તામંડળ ભરૂચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા કેમ્પનું આયોજન કરાયું. ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટીવ ચેરમેન જસ્ટિસ એ.વાય. કોગજેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ (નાલ્સા) અને રાજ્ય સરકારની યોજનાઓના પાત્ર લાભાર્થીઓને પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને લાભોનું વિતરણ કરાયું. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વિવિધ સરકારી વિભાગોના પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી.