જામજોધપુર નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે ટક્કર
જામજોધપુર નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે ટક્કર
Published on: 08th September, 2026

જામજોધપુર તાલુકાના વરવાળા ગામ પાસે ગોલાઈ નજીક પુરપાટ ઝડપે દોડતી ઇકો કારે સામેથી આવતી મોટરસાઇકલને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે ભાઈઓ ઘાયલ થયા હતા. જેમાં મોટાભાઈ મેરૂભાઈ અશોકભાઈ સાંથલપરાને ગંભીર ઈજાઓ થતાં તેમનું કરુણ મૃત્યુ થયું હતું. નાનાભાઈ વિશાલ અશોકભાઈને પગમાં ઈજા થઈ હતી. પોલીસે બેફિકરાઈથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.