જાહેરમાં કચરો ફેંકતા 600થી વધુ દુકાનદારો પર કાર્યવાહી
જાહેરમાં કચરો ફેંકતા 600થી વધુ દુકાનદારો પર કાર્યવાહી
Published on: 08th September, 2026

જામનગર શહેરમાં સ્વચ્છતા જાળવવામાં બેદરકારી દાખવનારા અને જાહેરમાં કચરો ફેંકતા 600થી વધુ દુકાનદારો અને ધંધાર્થીઓ સામે જામનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.5.50 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. ઓગસ્ટ માસમાં લગભગ 3850 દુકાનદારોને ન્યુસન્સ નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કેટલાક દ્વારા નિયમોનો ભંગ કરાયો હતો. મહાનગરપાલિકાએ તમામ વેપારીઓને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા તાકીદ કરી છે.