CJP સંસદ માર્ચ: લાઠીચાર્જ, ટિયર ગેસ અને અટકાયત વચ્ચે પ્રદર્શનકારીઓની મોટી ભીડ
CJP સંસદ માર્ચ: લાઠીચાર્જ, ટિયર ગેસ અને અટકાયત વચ્ચે પ્રદર્શનકારીઓની મોટી ભીડ
Published on: 20th July, 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા સંસદ માર્ચનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જોડાયા. સંસદ ભવનની સુરક્ષા વધારવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં પોલીસ બળ તૈનાત કરાયું હતું. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા કર્તવ્ય પથ પર બેરિકેડિંગ કર્યું અને કોન્સ્ટિટ્યુશન ક્લબ પાસે લાઠીચાર્જ પણ કર્યો. કેટલાંક વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ. સમાજવાદી પાર્ટીના સાંસદો ડિમ્પલ યાદવ, પ્રિયા સરોજ, રાજીવ રાય અને ઇકરા હસને CJPની માર્ચને સમર્થન આપ્યું. ગુજરાતના અનેક શહેરોમાં પણ CJP અને સોનમ વાંગચુકના સમર્થનમાં પ્રદર્શનો થયા.