જનતાના પૈસે ખાનગી પ્લોટોની મફત સફાઈ: મહેસાણા મનપાની નીતિ અસ્પષ્ટ
જનતાના પૈસે ખાનગી પ્લોટોની મફત સફાઈ: મહેસાણા મનપાની નીતિ અસ્પષ્ટ
Published on: 28th June, 2026

મહેસાણા શહેરના 100થી વધુ ખાનગી ખુલ્લા પ્લોટો ગંદકી અને કચરાના અડ્ડા બનતા તેમની સફાઈનો બોજ મહાનગરપાલિકા પર આવી રહ્યો છે. ફરિયાદોના આધારે સફાઈ કરવામાં આવે છે, પરંતુ દંડ અને ખર્ચ વસૂલવાની સ્પષ્ટ નીતિના અભાવે કાર્યવાહી અસંગત બની રહી છે. ક્યાંક રૂ.50 હજારનો દંડ તો ક્યાંક માત્ર રૂ.10 હજારનો ચાર્જ લેવામાં આવે છે, જ્યારે કેટલાક સ્થળોએ દંડ વિના સફાઈ થાય છે. હવે પારદર્શક અને એકસરખી નીતિ બનાવવાની માંગ ઉઠી છે.