રાજ્યપાલ પંચમહાલમાં: યોગા, પ્રાકૃતિક ખેતી અને સાદગીપૂર્ણ પ્રવાસ.
રાજ્યપાલ પંચમહાલમાં: યોગા, પ્રાકૃતિક ખેતી અને સાદગીપૂર્ણ પ્રવાસ.
Published on: 21st May, 2026

મિડલ ઇસ્ટના યુદ્ધ સંકટ વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલના બે દિવસીય પ્રવાસ દરમિયાન સાદગી દર્શાવી. તેમણે ટ્રેન, બસ અને સાયકલ દ્વારા મુસાફરી કરી. મલાવ ગામમાં ગ્રામજનો સાથે સંવાદ કરી સ્વચ્છતા, વૃક્ષારોપણ, પ્રાકૃતિક કૃષિ પર ભાર મુક્યો. બીજા દિવસે વહેલી સવારે યોગાભ્યાસ કર્યો અને પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી. ત્યાં તેમણે ગાય દોહી, સાયકલ ચલાવી, દૂધ મંડળીમાં દૂધ ભર્યું અને હળદરનું વાવેતર કર્યું.